Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ચીનનો સામનો કરવા માટે તાઇવાન અમેરિકા સાથે મંત્રણા કરશે

જરૂર જણાયે તાઇવાનને બળપ્રયોગ કરી નિયંત્રણમાં લાવી શકાય છે ? ચીન

તાઈપે,તા.૨૦: ચીનના વધતા જતા દબાણનો સામનો કરવા માટે તાઈવાન અને અમેરિકા વચ્ચે મંત્રણા થાય તેવી સંભાવના છે. ચીન તાઈવાન પર એકિકરણ માટે સતત દબાણ કરી રહ્યુ છે.ત્ચારે આ મુદે તાઈવાન અમેરિકા સાથે વાતચીત કરશે. અમેરિકાના રાજદુત બ્રૈટ ક્રિસ્ટેસને જણાવ્યુ કે તાઈપેમાં અમેરિકા અને તાઈવાન વચ્ચે મંત્રણા થઈ શકે તેમ છે

જો આ બંને દેશ વચ્ચે મત્રણા થશે તો ચીન એકાએક ભડકી ઉઠશે. દરમિયાન અમેરિકાના રાજદુત બ્રૈટ ક્રિસ્ટેસને એવી પણ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા અને તાઈવાન વચ્ચેની ંમંત્રણા ચીનને ઉશ્કેરવા માટે નહિ તેની સાથે સારા સબંઘો વિકસે તેવા હેતુથી યોજવામા આવે તેમ છે. આ તરફ ચીન સતત એ વાત પર ભાર મુકી રહ્યુ છે કે તાઈવાન તેનો જ વિસ્તાર છે.્ તે જણાવે છે કે જો જરૂર જણાય તો બળ પ્રયોગ કરી તેને નિયંત્રણમાં લાવી શકાય તેમ છે. જ્યારે તાઈવાનના લગભગ ૭૦ ટકા લોકો ચીનના આવા હેતુનો વિરોધ કરી રહયા છે. તેમને એવી આશંકા છે કે ચીન તાઈવાનની લોકશાહી સંસ્થાઓનખતમ કરી શકે તેમ છે.

(3:46 pm IST)