Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ગરીબ બોયફ્રેન્ડથી છુટકારો મેળવવા મહિલાએ પોતાના જ કિડનેપિંગ અને મર્ડરનું ત્રાગું રચ્યું

બીજીંગ તા. ર૦ : જયારે સામેવાળી વ્યકિત પ્રેમમાં કંઇ પણ કરવા તૈયાર હોય ત્યારે રોમેન્ટિક રિલેશનશીપનો અંત કરવાનું એટલું સરળ નથી હોતું. ચીનના વુહાન શહેરમાં રહેતી યુ અટક ધરાવતી ૩૭ વર્ષની મહિલાને પણ તેના બોયફ્રેન્ડ લિન સાથે બ્રેકઅપ કરવામાં બહુ અઘરૃં પડી રહ્યું હતું. યુ ઘણા વખતથી લિન સાથે પ્રેમમાં હતી, પરંતુ આ વર્ષે ચાઇનીઝ ન્યુ યરના સેલિબ્રેશન વખતે લિનના ઘરે ગઇ ત્યારે જ તેને ખબર પડી કે બોયફ્રેન્ડ તો આર્થિક રીતે બહુ નબળો છે અને તેની સાથે લાંબુ નહીં ફાવે એક વાર પ્રેમમાં આગળ વધી ગયા પછી આ કારણોસર તેને ના પાડતાં બહેનની જીભ ન ચાલી તેને થયું કે કદાચ તે બ્રેકઅપ કરે અને પછી તે વધુ ઇમોશનલ કારણો આપે અને તેને માનવું પડે એવી નોબત ન આવે એ માટે તેણે કંઇક નવો જ રસ્તો અપનાવ્યો. ગયા મહિને તે પોતાના ઘરેથી સામાન લઇને નીકળી ગઇ અને થોડીક વાર પછી તેણે હાઇવે પરથી બોયફ્રેન્ડને ફોન કરીને કહ્યું કે તેના એકસ-હસબન્ડે તેને કિડનેપ કરી લીધી છે. અને તેને બચાવવા જલદી આવ.

લિન તરત જ તેણે બતાવેલી જગ્યાએ પહોંચ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો બહેન કયાંય દુર ચાલી ગયેલા. યુબહેને બોયફ્રેન્ડને કેટલાક ધમકી ભર્યા સંદેશા પણ મોકલ્યા અને લખ્યું કે જો  તું પોલીસને જાણ કરીશ તો છોકરીને મારી નાખીશ. એક દિવસ પછી તેણે મેસેજ કરીને એમ પણ મેસેજમાં લખી દીધું કે યુને મારી નાખી છે. અને તેની લાશ એક તળાવમાં ફેંકી દીધી છે. આટલુંબધું થયા પછી લિન બહુજ ડિસ્ટર્બ થઇ ગયો. ગર્લફ્રેન્ડનું મર્ડર થઇ ગયું એમ માનતા બોયફ્રેન્ડે આરોપીને પકડવા માટે પોલીસનો સહારો લીધો, બધા પુરાવાઓ અનેયુને કયાં લઇ જવાઇ હોય એ માટે વૃહાન શહેરના સર્વેલન્સ કેમેરાનું કુટેજ ખંગાળતાં પોલીસને ખબર પડી કે યુવતી છેલ્લે એક લોજમાં ગઇ હતી. એ લોજમાં જઇને પોલીસે જોયું તોપેલી છોકરી મજાથી ટીવી જોતી હતી અને લકઝરી લાઇફ જીવી રહી હતી. પુછતાછમાં બહેને સાચું બોલવું પડયું કે ગરીબ બોયફ્રેન્ડને ના પાડી શકતી નહોતી એટલે એના માટે કિડનેપિંગ અને મર્ડરના કારસો રહ્રયહ્યો હતો.(૬.૭)

 

(11:45 am IST)
  • ગુજરાતમાં એસીડ એટેકના વધતા કિસ્સાઓના નિયંત્રણ માટે હાઇકોર્ટમાં રીટ પીટીશન : અદાલતે નોટીસો આપી : ગુજરાત હાઇકોર્ટમાં એસિડ પર નિયંત્રણ મુકવા માટે અરજી થઇ છેઃ રાજયમાં એસીડ એટેકના કિસ્સા ન બને તે માટે આ અરજી થઇ છેઃ ગુજરાત હાઇકોર્ટે એસીડના વેચાણ પર નિયંત્રણની અરજી સ્વીકારી : રાજય સરકાર સામે નોટીશ જારી કરીઃ એસીડના ખરીદ વેચાણને લઇ સુપ્રિમકોર્ટે ગાઇડ લાઇન જાહેર કરી હતીઃ સુપ્રીમે કહયું કે રાજય સરકારે ગાઇડ લાઇન પ્રમાણે નિયમો નથી બનાવ્યાઃ આ મામલે રાજય સરકારને હાઇકોર્ટેમાં જવાબ રજુ કરવાનો રહેશે access_time 4:14 pm IST

  • ગુજરાત સરકારના બે મંત્રીઓને દિલ્હીનું તેડું: દિલ્લી ખાતે પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત: નવ નિયુક્ત મંત્રી જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત access_time 10:59 am IST

  • અમદાવાદ : દેશની સૌથી મોટી એરલાઇન્સ સપડાઇ આર્થિક સંકટમાં : મુંબઇ-અમદાવાદ અને દિલ્લી-અમદાવાદની ફ્લાઇટ કરી રદ :આર્થિક સંકટને લઇ જેટ એરવેઝ ફ્લાઇટો કરી રહ્યું છે રદ્દ. access_time 10:59 am IST