Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પાંચ વર્ષથી આ ભાઇ માથે ચોરસ હેરસ્ટાઇલ લઇને ફરે છે

લંડન, તા.૨૦: તમે વાળ કઇ રીતે ઓળો છો એ તમારી ઓળખનો બહુ મહત્વનો હિસ્સો હોય છે. જોકે તાઇવામાં રહેતા વુ ગોરેન નામના ભાઇની હેરસ્ટાઇલે તેમની ઓળખને એવી યુનિક કરી દીધી છે કે એનો જોટો જડે એમ નથી. વુભાઇએ પહેલી વાર ૨૦૧૪માં આ હેસ્સ્ટાઇલ અપનાવી હતી. કારણ હતું કે તેમણે એક મહિલાને પ્રયોઝ કરેલું અને પેલી મહિલાએ તેમને રિજેકટ કરી દીધા. તેમણે યંગ દેખાવા માટે હેરસ્ટાઇલમાં એવો ધરખમ ફેરફાર કરવાનું નકકી કર્યુ કે ભલભલાનું ધ્યાન તેમના તરફ ખેંચાય. આ સાથેની તસ્વીરોમાં દેખાય છે એ સ્કવેર પ્લેટફોર્મ ધરાવતી હેરસ્ટાઇલથીએ કામ થયું પણ ખરૃં. તમને થશે કે આ ભાઇ ભાઇ મોડલ અથવા તો એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હશે. પણ આ ધારણા સાવ ખોટી છે. વુ ગોરેન નેશનલ તાઇવન યુનિવર્સિટી હોસ્પિટલમાં મેડિકલ સાયન્ટિસ્ટ છે. હાલમાં ૫૯ વર્ષના વુભાઇએ પાંચ વર્ષથી તેમની આ હેરસ્ટાઇલ જાળવી રાખી છે. તે જયાં જાય ત્યાં લોકો તેમની તસ્વીરો ખેંચવા મથે છે. કોઇ સામેથી કહીને ફોટો પાડે છે તો કોઇક ચોરીછૂપીથી પાડે છે. સ્થાનિકો તો તેમને ચોરસ માથાવાળા ભાઇ કહીને જ બોલાવે છે. ભાઇસાહેબને એમાં મજા આવે છે એટલે તેમણે પણ આ હેરસ્ટાઇલને છોડવાની ઇચ્છા નથી કરી.(૨૨.૩)

(11:45 am IST)
  • નરેન્દ્રભાઇ ૨૮મીથી ઝંઝાવતી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશેઃ દેશભરમાં અનેક રેલીઓ-સભાઓને સંબોધશેઃ ખાસ કરીને અન્ય પક્ષો શાસીત રાજયોમાં વધુ પ્રચારનું આયોજન access_time 4:13 pm IST

  • ડાકોર મંદિરમાં ભક્તોનો ધસારો :ફાગણી પૂનમમાં ડાકોરના ઠાકોરના દર્શનનો અનેરો મહિમા :વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું :જય રણછોડ, માખણચોરના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યુ :મંગળા આરતી બાદ ભગવાનને કરાયો શણગાર access_time 10:59 am IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST