Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

પ્રેમમાં પડનારા લોકોનુ વજન વધી શકે છે

 સીડની,તા.૨૦:જીવનમાં કોઇની સાથે પ્રેમમાં હોવા અનેક ફાયદા અને ગેરફાયદા છે.ફાયદાની વાત કરીએ તો વેલેન્ટાઇન્સ ડેએ ડેટિંગ પર જઈ શકાય છે. અને બીજું એ કે તમે થાકીને લોથપોથ થઇને આવ્યા હો ત્યારે માથે હાથ મુકનાર તમારી નજીક જ હોય છે.આ ઉપરાંત તમારાં સગાંસંબંધી તમને વારેઘડીએ એવો ટોણો નથી મારી શકતા કે તું હજી એકલો કેમ છે.

જોકે પ્રેમમાં પડનારા લોકો માટે અમુક  ગેરફાઇદા પણ છે.તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ની કિવન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા એક અભ્યાસનાં તારણો મુજબ આવા લોકો પોતાના વજન વિશે બેદરકાર થઇ જાય છે.સંશોધકોએ જણાવ્યા મુજબ પાર્ટનરને આકર્ષવા માટે સતત સુંદર દેખાવાની જરૂર ઓછી જણાતાં ખાવાપીવામાં લેવાતી કાળજી થોડાઘણા અંશે ઓછી થતી જાય છે. વધુ ફેટ કે શુગર ધરાવતી વાનગીઓ પ્રત્યે રુચિ કેળવાય છે. બાળકોની ડિશમાં બચેલું ખાવાનું ફેકવાને બદલે પેટમાં પધરાવવાની આદત કેળવાતી જાય છે.નવણરિણીત યુગલોએ સહજીવનની  શરૂઆત કરતાં તેમના વજન પર પણ એની અસર વર્તાય છે.અભ્યાસ માટે ૨૦૦૫થી ૨૦૧૪ દરમ્યાન સરેરાશ  બાવન વર્ષની આસપાસના વયજુથનાં લગભગ ૧૫,૦૦૦ સ્ત્રી-પુરુષોને આવરી લેવામાં આવરી લેવામાં આવ્યાં હતા.(૨૨.૫)

(2:28 pm IST)