Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સ્પેનમાં થયો કોરોના વાયરસના ફેલાવા અંગે રસપ્રદ ખુલાસો:ઉધરસ ખાતા દર્દીઓથી સંક્રમણનો ભય રહે છે ઓછો

નવી દિલ્હી: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોરોનાનો દર્દી ઉધરસ ખાય તો સંક્રમણનો ખતરો વધુ રહે છે પણ સ્પેનમાં થયેલા એક સંશોધનમાં એવો રસપ્રદ ખુલાસો થાય છે કે જે ઉધરસ ખાય છે તેવા કોરોના દર્દીથી સંક્રમણનો ખતરો ઓછો છે! સ્પેનના બાર્સિલોનામાં થયેલ અધ્યયનનો રિપોર્ટ તાજેતરમાં લાન્સેટ ઈન્ફેકિસયસ ડીસીઝ જર્નલમાં પ્રકાશિત થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે 314 કોરોનાના દર્દીઓ અને તેના 753 સંપર્કો પર થયેલા અધ્યયન બાદ આ પરિણામ બહાર આવ્યું છે. અત્યાર સુધી થયેલા અધ્યયનોમાં એ જાણવા મળ્યું છે કે જે લોકોને ઉધરસ થઈ રહી હતી, તેમનાથી કોરોનાનો ફેલાવો ઓછો થયો હતો! આ અધ્યયનમાં એ પણ પરિણામ બહાર આવ્યું છે કે જે લોકોના શરીરમાં કોરોના વાઈરસ લોડ વધારે હતો, તે પણ વધારે સંક્રમણ ફેલાવી રહ્યા હતા, જ્યારે ઓછા વાઈરસ લોડવાળા દર્દીઓથી પ્રસાર ઓછો થયો. વાઈરસ લોડનો મતલબ શરીરમાં વાઈરસની સંખ્યાની હાજરી સાથે છે ખરેખર તો સંક્રમણ બાદ વાઈરસની લાખો કોપીઓ શરીરમાં બની જાય છે.

(5:41 pm IST)
  • રાકેશ ટિકૈતે કહ્યું દિલ્હીની સીમાઓ પર આંદોલન સતત ચાલતો રહેશે:ગરમી હોય અથવા વરસાદ. ગર્મીઓમાં બોર્ડર પર જનરેટર લગાવવામાં આવશે.:આંદોલન સ્થળ જ અમારૂ ઘર છે. સરકાર અમને વિજળી ક્નેક્શન આપે, નહીં તો અમારે અહીં મજબૂરીમાં જનરેટર લગાવવા પડશે : ટિકૈતે કહ્યું કે, પહેલા યૂપી સરકાર પાસે વિજળીનું કનેક્શન માંગવામાં આવશે અને ફરીથી દિલ્હી સરકાર પાસે માંગણી કરવામાં આવશે access_time 1:15 am IST

  • રાજકોટમાં બપોર સુધીમાં ૧૨ કેસ : શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસનો આંક ૧૫,૮૨૮ થયો અને ૧૫,૫૫૮ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૩૬ ટકા access_time 3:51 pm IST

  • બલુચિસ્તાનમાં બે આતંકી હુમલા : પાકિસ્તાનના પાંચ સૈનિકોના મોત :અન્ય બે ઘાયલ : ફ્રન્ટિયર કોર સૈનિકોને નિશાન બનાવી બ્લુચિસ્તાનની રાજધાની ક્રેટાનાં બાહરી વિસ્તાર અને કોહલુ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કરાયો હુમલો: રિમોટ સંચાલિત બોમ્બને બાઈકમા રાખીને ફ્રન્ટિયર કોરના કાફલાને નિશાન બનાવ્યો access_time 11:24 pm IST