Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ઈંડોનેશિયાના પૂર્વી જાવા પ્રાંત મદુરામાં આઇલેંડ પર ડઝનો નાની વ્હેલ માછલીઓ ફસાયેલ મળી આવી

નવી દિલ્હી:ઈંડોનેશિયાના પૂર્વી જાવા પ્રાંત મદુરામાં આઇલેંડ પર ડઝનો માછલીઓ ફસાયેલ હાલતમાં મળી આવી હતી આ બચાવ અભિયાન દરમ્યાન તેમાંથી 46 માછલીઓના મૃત હાલતમાં મળી આવી હતી માત્ર ત્રણ જ માછલીઓને જીવિત બચાવવામાં આવી હતી.અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ડઝનો પાયલટ વ્હેલ માછલીઓ બીચ પર ફસાયેલ મળી આવી હતી. જે પછી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પૂર્વી જાવાના ગવર્નર ખોફિકા ઇંદર પારાવાસે જણાવ્યુંછે કે માછલીના મૃત્યુ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

(5:41 pm IST)
  • ચૂંટણી એક બિમારી છે : રાજનીતિથી દૂર રહીશુઃ સરકાર પર ભરોસો નથી : એનડીટીવીના પત્રકાર નિધી કુલપતિ સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં ખેડૂત આંદોલનના સુત્રધાર રાકેશ ટિકૈતે કહેલ કે ચૂંટણી એક બિમારી છે. અમે તેની નજીક પણ નહિ જઇએ. રાજનીતિથી દૂર રહીશું આ સરકાર ઉપર અમને ભરોસો નથી. access_time 10:20 am IST

  • દેવામાં ડૂબેલી કંપનીને હસ્તગત કરશે મુકેશ અંબાણીના વેવાઈ અજય પિરામલ : દીવાન હાઉસિંગ ફાઇનાન્સને સમાધાન પ્રસ્તાવને રિઝર્વ બેંકે આપી મંજૂરી : પિરામલ જૂથની કંપની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની સમાધાન યોજનાને ગત મહિને મંજૂરી મળી હતી access_time 1:05 am IST

  • હવે યુપીમાં કામચોર અધિકારીઓનું આવી બનશે : મુખ્યમંત્રી યોગી જનતા સાથે કરશે સીધો સંવાદ : દરેક કચેરી બહાર લાગશે બોર્ડ : બોર્ડમાં લખ્યું જો આ કાર્યાલયમાં આપની સમસ્યાનું સમાધાન નથી થતું તો સીધા મુખ્યમંત્રી હેલ્પલાઇન 1076 ઉપર કોલ કરો મારુ કાર્યાલય તમારી સહાયતા કરશે - મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ access_time 11:39 pm IST