Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સોમાલિયામાં હવાઈ હુમલામાં અલ શબાબના ત્રણ આતંકવાદીને ઠાર

નવી દિલ્હી:અમેરિકી સેનાએ સોમાલિયામાં હવાઈ હુમલો કરીને અલ શબાબના આતંકી સમૂહના ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે. અમેરિકા આફ્રિકા કમાડે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે  આ હવાઈ હુમલામાં ત્રણ આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અમેરિકી સેનાને વિશ્વાસ છે કે આ હુમલામાં કોઈ પણ નાગરિકના મૃત્યુના અથવાતો ઘાયલ થવાની સંભાવના નથી.

કમાડનાં ખુફિયા વિભાગના ઉપ નિર્દેશક બ્રિગેડિયર જનરલ ગ્રેગોરી હેડફિલ્ડે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ આતંક્વાદીઓમાંથી એકને ખતમ કરવાનું સહયોગીઓનું સમર્થન હતું સોમાલિયા 1990ના દસકાથી શરૂઆતમાં કબિલે આધારિત  સશસ્ત્ર સમૂહો વચ્ચે ગૃહ યુદ્ધના પછી હિંસામાં જોડાયું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:09 pm IST)