Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સેકસના મામલે પાતળા કે જાડિયા લોકોમાં કોણ અગ્રેસર?

૫ હજાર સેકસ્યુઅલી એકિટવ લોકો પર સર્વે

લંડન, તા.૨૦: આજના એક કિલકના યુગમાં લોકો દરેક વસ્તુઓનો ઓનલાઈન આપતા થયા છે. તે પછી કપડા હોય, ઈલોકટ્રોનીક સામાન હોય કે ટેસ્ટી ફૂડ હોય. શ્રમ દ્યટવાને લીધે મોટાભાગના લોકોનું જીવન બેઠાળુ બની ગયું છે. લોકો મોટાપાનો શિકાર બની રહ્યા છે.

શું તમે ઓવરવેઈટ છો, વજન વધારે છે અને મોટાપાના શિકાર છો તો તમારે અનેક સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા લૂક અને ઓવરઓલ પર્સનાલિટી પર તમારા વજનની નકારાત્મક અસર પડે છે. જોકે પુરુષોની સેકસ લાઈફ આ મામલે અપવાદરૂપ છે. થોડા દિવસ પહેલા થયેલી એક સ્ટડી મુજબ એવા પુરુષ કે જેમનું વજન અને BMI વધારે છે તેઓ વધારે સેકસ કરે છે.

યૂકેની એન્ગલિયા રસ્કિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને રિસર્ચરોએ બ્રિટના અંદાજીત ૫ હજાર સેકશુઅલી એકિટવ પુરુષોનું વિશ્વેષણ કર્યું અને તે પરિણામ પર પહોંચ્યા કે મોટાપો ધરાવતા પુરુષ, પાતળા પુરુષોની સરખામણીએ વધારે સેકસ કરે છે. PLOS વન નામની જર્નલમાં આ સ્ટડીને પ્રકાશિત કરવામાં આવી છે. રિસર્ચરોના આ રિપોર્ટ મુજબ ચોંકવાનારી વાત એ સામે આવી છે કે મોટાપાથી ગ્રસ્ત પુરુષોના શરીરમાં પાતળા લોકોની સરખામણીમાં બોડીને લઈને ઓછી મુશ્કેલીઓ જોવા મળી. એટલા માટે જ તેમને વધારે સેકસ કરવાનો કોન્ફિડેન્સ મળ્યો.

રિસર્ચરોને જાણવા મળ્યું કે ઓવરવેટ મહિલાઓ પણ ઓછું વજન ધરાવતી મહિલાઓ કરતા ૧૬ ટકા વધારે સેકસ કર્યું હતું. માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓમાં પણ આ બાબત જોવા મળી છે. આ એક એવી સ્ટડી છે જેમાં પહેલી વખત કોઈ વ્યકિતના વજન અને તેમના ઈન્ટરકોર્સની ફ્રિકવેન્સી વચ્ચે લિંક છે, તે વાત અહીં સાબિત થઈ છે. સાથે સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું કે ઓવરવેઈટ અને જાડિયા લોકો પોતાના સંબંધમાં વધારે ખુશ અને સંતુષ્ટ રહે છે.

(3:41 pm IST)