Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

વિશ્વમાં ખાવા-પીવાની ચીજવસ્તુનો બગાડ બે ગણો વધુ થઇ રહ્યો છે

ર૦૧પમાં દુનિયાભરમાં ઉપલબ્ધ કુલ ખાદ્ય પદાર્થનો ૧/૩ ભાગ બરબાદ થઇ ગયો હતો

લંડન તા. ર૦: દુનિયામાં એવા ઘણા દેશ છે, જયાં ખાદ્યપદાર્થોની કમી નથી. બીજી તરફ એવા દેશોની સંખ્યા પણ ઓછી નથી, જેની જનતા એક એક કોળિયા માટે સખત સંઘર્ષ કરતી હોયઇ. આવા સંજોગોમાં જમવાનું બરબાદ થાય તે અપરાધથી ઊતરતું નથી. આ અંગે કરાયેલા સંશોધનનાં પરિણામ ચિંતાજનક છે. તેમાં જણાવાયું છે કે અત્યાર સુધી આપણે ખાવાની બરબાદીનું જેટલું અનુમાન લગાવતા હતા વાસ્તવમાં વૈશ્વિક સ્તર પર તેનાથી વધુ જમવાનું બરબાદ થઇ રહ્યું છે.

નેધરલેન્ડની એક યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ સંયુકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનો અનુમાન લગાવ્યું હતું કે વર્ષ ર૦૧પમાં દુનિયાભરમાં ઉપલબ્ધ કુલ ખાદ્યપદાર્થો ૧/૩ જેટલા બરબાદ થયા હતા. સંશોધકોનું કહેવું છે કે આ આંકડો વૈશ્વિક સ્તર પર ખાદ્યપદાર્થોની બરબાદીની માત્રાના સંદર્ભમાં કામ કરે છે. એફએફએઓએ વપરાશકર્તાઓના વ્યવહારને પોતાના અભ્યાસમાં સામેલ કર્યો ન હતો, પરંતુ માત્ર એટલું જ જોયું કે લોકોને શું પીરસવામાં આવી રહ્યું છે. આ અભ્યાસમાં લોકોની પસંદ અને નાપસંદને નજરઅંદાજ કરાઇ. પહેલી વાર એ વસ્તુની નોંધ લેવાઇ કે વપરાશકારોની સંપન્નતા ભોજનની બરબાદીને કેવી રીતે પ્રભાવિત કરે છે.

અભ્યાસમાં એ વાત સામે આવી કે અત્યાર સુધી જે માનવામાં આવતું હતું, વાસ્તવિક સ્થિતિ તેના કરતાં પણ વધુ ખતરનાક છે. આપણા અત્યાર સુધીના અનુમાન કરતાં વધુ જમવાનું બરબાદ થાય છે. વૈશ્વિક રીતે તે તુલનાત્મક આધાર પ્રદાન કરે છે, જેના દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર ખાદ્યપદાર્થોની બરબાદી ઘટાડવા લક્ષ્યની પ્રગતિને માપી શકાય છે. સાથે સાથે આ અભ્યાસ દ્વારા વપરાશકારોને ચેતવણી પણ આપી શકાય છે.

(3:36 pm IST)