Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

આલ્બર્ટ આઇન્સ્ટાઇનનાં ફેવરિટ રમકડાં ૪૩ લાખ રૂપિયામાં વેચાવા નીકળ્યા

ન્યુયોર્ક,તા.૨૦: જગવિખ્યાત સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઇને જે રમકડાંથી રમીને બાળપણમાં મજા માણી હતી એ રમકડાં મળી આવ્યા છે જે તાજેતરમાં એક ઓકશનમાં વેચાવા નીકળ્યા છે. ન્યુ યોર્કના બોન્હેમ્સ ઓકશન હાઉસ દ્વારા આ રમકડાંની હરાજી આવતા મહિને કરવામાં આવશે. એમાં એક જર્મન ગેમ છે જેમાં ૫૨૦ જેટલાં રંગીન બોલ્સ છે અને એને ચોક્કસ પેટર્ન બનાવીને ફ્રેમમાં ભરાવવામાં આવે છે. ગેમ્સની બનાવટ પરથી એ ૧૮૭૦ની સાલમાં બની હોવાનું લાગી રહ્યું છે. આઇન્સ્ટાઇનનાં બહેન મેજાનું કહેવું છે કે આલ્બર્ટ નાના હતા ત્યારે જે ગેમ રમ્યા છે એ તેમની બૌદ્ઘિક ક્ષમતા દર્શાવે છે. એમાં મોટા ભાગે પઝલ્સ અને બિલ્ડિંગ બોકસ વધુ હતા. ઓકશનના નિષ્ણાતોના મતે આ રમકડાં ૪૬૦૦૦ પાઉન્ડ્સ એટલે કે લગભગ ૪૩ લાખ રૂપિયામાં વેચાય એવો અંદાજ છે.

(3:20 pm IST)