Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ઇટલીની આ રેસ્ટોરાં વેચે છે તળેલી હવા

વેનિસ, તા.૨૦: હવે અળવીતરી વાનગીઓ વેચવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ઇટલીના કેસ્ટસ્ફ્રાન્કો વેનેટો ટાઉનમાં એક રેસ્ટોરાં છે જેના મેનુમાં લખાયેલી વાનગીનું નામ સાંભળીને આશ્ચર્ય થાય એમ છે. નામ છે અરિઆ ફ્રિટા, મતલબ કે ફ્રાઇડ  એર જરાક વિચાર તો કરો કે હવા કેવી રીતે તળીને અપાતી હશે? ફેવા નામની આ રેસ્ટોરાંના હેડ શેફ નિકોલા ડિનાટોનું કહેવું છે કે આ વાનગી માત્ર હવાથી નથી બની, પણ એમાં હવાનો બહુ મોટો ફાળો છે. સાબુદાણા જેમાંથી બને એ કદની સ્ક્રિનમાંથી આ વાનગી બને છે. એ સ્ક્રિનને પહેલાં બેક અને પછી ડીપ ફ્રાય કરીને એ તૈયાર થાય છે. તળવાની પ્રક્રિયા દરમ્યાન એમાં ખાસ ઓઝોન વાયુનો ઉપયોગ થાય છે. તળતાં પહેલાં શેકેલી સ્કિનની અંદર દસ મિનિટ સુધી ઓઝોન વાયુ ભરવામાં આવે છે આને કારણે એનો ખાસ ટેસ્ટ ડેવલપ થાય છે. એ પછી આ ફ્રાઇડ સ્કિનને કોટન કેન્ડી એટલે કે આપણે જેને બુઢ્ઢીના બાલ તરીકે ઓળખીએ છીએ. એવી વાનગીની વચ્ચે મૂકીને પીરસવામાં આવે છે. એને કારણે ડિશમાં વાદળાંની વચ્ચે હવા પીરસવામાં આવી હોય એવુ લાગી શકે છે. આ વાનગીનું એક સર્વિગ ૩૦ ડોલર એટલે કે લગભગ ૨૦૦૦ રૂપિયાનું છે.(૨૩.૧૬)

(3:49 pm IST)