Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

૩ વર્ષની છોકરીના ગળામાં દેખાયું ચમકીલું હાર્ટ

ન્યુયોર્ક તા.૨૦: નાનાં બાળકો રમત-રમતમાં કંઇ પણ મોંમા નાખીને ગળી જાય છે. તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન ડીએગોમાં રહેતી ત્રણ વર્ષની એક છોકરી ભૂલથી પેન્ડન્ટ ગળી ગઇ હતી. તેના પેરન્ટ્સ તરત ડોકટર પાસે લઇ ગયા અને હોસ્પિટલમાં જયારે એકસ-રે કાઢવામાં આવ્યો ત્યારે એમાં બાળકીના ગળામાં ચમકતું હાર્ટ જોવા મળ્યું. આ હાર્ટ બીજું કંઇ નહીં, પણ હૃદયના શેપનું પેન્ડેન્ટ જ હતું. એકસ-રેમાં જે જગ્યાએ આ હાર્ટ હતું એ ઓલમોસ્ટ હૃદયની નજીકમાં જ દેખાતું હતું. ડોકટરોએ બાળકીના ગળામાં એન્ડોસ્કોપ નાખીને એ પેન્ડન્ટ ખેંચી લીધું હતું. એકંદરે જોવા જઇએ તો ખૂબ માઇનર પ્રોસીજરમાં બાળકીનો જીવ બચી ગયો, જો કે એકસ-રેમાં ચમકતા દિલને કારણે આ કેસ ખાસ બની ગયો હતો.(૧.૧૯)

 

 

(3:40 pm IST)