Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

નિબંધ-સ્પર્ધામાં જે જીતશે તેને કોમિક બુક-સ્ટોર મળશે

ન્યુર્યોક તા.૨૦: અમેરિકાના ઇલિનોઇમાં ઓક લોન ગામમાં કોમિક બુક-સ્ટોર ચલાવતા કાર્મેલો શીમેરા નામના ભાઇને હવે આ દુકાન બંધ કરવી છે. આ ભાઇ પાસે કુલ ત્રણ દુકાનો છે. એ ઉપરાંત તેઓ ગ્રાફિક નોવેલ ક્રીએટ કરવાના શોખીન છે. મુખ્ય વ્યવસાય વકીલનો છે. આ બધાં ક્ષેત્રોમાં પહોંચી ન વળાતું હોવાથી તેમને પોતાની એક દુકાન વેચી દેવી છે જેથી અન્ય ક્રીએટિવ કામો પર ધ્યાન આપી શકાય. જોકે શીમેરાએ આ બુક-સ્ટોર વેચવા કાઢવાને બદલે એક અનોખી સ્કીમ કાઢી છે. કાર્મેલોએ એક નિબંધ-સ્પર્ધાની જાહેરાત કરી છે. નિબંધ માટેનો વિષય છે- કઇ એક બાબત છે જેનાથી કોઇ પણ કોમિક બુક-સ્ટોર ગ્રેટ કહેવાય? આ નિબંધ માત્ર ૫૦૦ શબ્દોનો જ હોવો જોઇએ. જે વ્યકિત આ નિબંધ-સ્પર્ધા જીતશે તેને આખેઆખો બુક-સ્ટોર તમામ ઇન્ટીરિયર અને બુકના સ્ટોક સહિત આપી દેવામાં આવશે. આખીયે વાતમાં કેચ એ છે કે નિબંધ-સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે ૨૫ ડોલર એટલે કે લગભગ ૧૭૦૦ રૂપિયાની એપ્લિકેશન ફી ભરવાની છે. આમાં કોઇ નસીબની વાત નથી. તમામ નિબંધોમાંથી જેનો નિબંધ સૌથી શ્રેષ્ઠ લાગશે તેને આ કોમિક બુક-સ્ટોરનો માલિક બનાવી દેવામાં આવશે. એમ જ આપી દેવામાં આવશે. તેને લાગે છે કે ફ્રીમાં બુક-સ્ટોર ખરીદવા માટે હજારોની સંખ્યામાં નિબંધોની એન્ટ્રી આવશે અને તેને એમાંથી જ શોપની કિંમત મળી જશે.(૭.૨૬)

 

(3:40 pm IST)