Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બ્લડ અને યુરિન-ટેસ્ટ દ્વારા બાળકોમાં ઓટિઝમ ડિટેકટ કરી શકાશે

લંડન, તા. ૨૦ :. યુનાઈટેડ કિંગડમની વોર્વિક યુનિવર્સિટીએ એક એવી બ્લડ અને યુરિન ટેસ્ટ શોધી કાઢી છે. જેમા નાના બાળકોમા ઓટિઝમના લક્ષણોની જાણ થઈ શકે. એને કારણે આવા બાળકો પર સમય પહેલા જ ઉપચાર શરૂ કરી શકાશે અને તેમની તકલીફ ઝડપથી નિવારી શકાશે. ઓટિઝમ એવી બિમારી છે જેમા બાળકોનો ગ્રોથ અટકી જાય છે અથવા તેઓ હાઈપર-એકટીવ થઈ જાય છે. આવા બાળકોને બોલવામાં તકલીફ પડે છે. તેઓ નવા વાતાવરણમાં પોતાને એડજસ્ટ કરી શકતા નથી.

(4:28 pm IST)