Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

૧૦ પૈકી ૬ અમેરિકી સેક્સ કરતા ઊંઘવાનું પસંદ કરે છે

બેટર સ્લીપ કાઉન્સિલના રસપ્રદ તારણો જારી : અમેરિકાના ૪૫ ટકા લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત પોતાના બેડ પર સૂઈ જતા નથી : સર્વેનું તારણ

વોશિંગ્ટન,તા. ૨૦ : તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં ૪૫ ટકા લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત પોતાના બેડ ઉપર ઊંઘી જતા નથી. પોતાના બેડને છોડી અન્યત્ર ઊંઘી જતા લોકોમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા ખૂબ વધારે છે. દેશભરમાં આશરે ૧૦૦૦ પુખ્તવયના લોકો સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ તૈયાર કરવામાં આવેલા બેટર સ્લીપ કાઉન્સિલના સર્વેમાં ઘણા રસપ્રદ તારણો જાણવા મળ્યા છે. સર્વેમાં સામેલ દરેક ૧૦ પૈકી એક વ્યક્તિ માને છે કે તે કામના વખતે પણ ઊંઘી જાય છે. સાત ટકા લોકો ચર્ચમાં ઊંઘી જાય છે. જ્યારે છ ટકા લોકો જાહેર પરિવહનમાં મુસાફરી કરતી વેળા ઊંઘી જાય છે.

ચાર ટકા લોકો તો એવા નિકળ્યા છે જે લોકો ટોઇલેટમાં પણ ઊંઘી જાય છે. બેટર સ્લીપ કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું છે કે સર્વેના પરિણામ જોઈને અમે ખૂબ જ આશ્ચર્યચકિત છે. એક વ્યક્તિ એવી નીકળી છે જે વ્યક્તિ નોકરી માટે કોઈના ઇન્ટરવ્યૂ લેતી વેળા ઊંઘી ગઈ હતી. એક ટીચર ક્લાસમાં બાળકોની સામે શિક્ષણ આપતી વેલા ઊંઘી ગયા હતા. આ સર્વેમાં ભૂલની શક્યતા ત્રણ ટકા જેટલી જણાવવામાં આવી છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ પૈકી છ અમેરિકી લોકો સેક્સની સરખામણીમાં ઊંઘવા માટે વધારે ઉત્સુક રહે છે. કેટલાક અમેરિકી લોકો સેક્સ વેળા પણ ઊંઘી જાય છે. બેટર સ્લીપ કાઉન્સિલ દ્વારા તમામ અમેરિકી લોકોને ક્યાં વધુ સારી અને મજબૂત ઊંઘ માણવાનું પસંદ છે તેને લઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આ રસપ્રદ તારણો જાણવા મળ્યા છે.

(12:23 pm IST)