Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નેધરલેન્ડમાં સાંસ્કૃતિક સ્થળો બંધ રખાતા અનોખો વિરોધ

કોન્સર્ટ હોલમાં હેરકટીંગ-મેનીકયોર-યોગ

નેધરલેન્ડમાં હાલમાં જ કોરોના મહામારીના કારણે લાગુ લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી છે. જે અંતર્ગત જીમ, હેર ડ્રેસર અને દુકાનો ફરી ખુલી ગઇ છે, પણ સાંસ્કૃતિક સ્થળોને ૨૫મી સુધી બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. તેવામાં ગઇકાલે નેધરલેન્ડમાં મ્યુઝીયમ, થીયેટર અને કોર્ન્સટ હાલ દ્વારા આદેશના વિરોધમાં એ વ્યવસાયોનું આયોજન કરેલ જેની પરવાનગી આપવામાં આવી છે. આ દરમિયાન એમ્સ્ટર્ડમમાં કોર્ન્સટ હોલમાં સિમ્ફની ઓરકેસ્ટ્રાના રિહર્સલ દરમિયાન લોકોએ વાળ કપાવી અનોખો વિરોધ પ્રદર્શિત કરેલ. અનેક વ્યવસાયીઓએ સરકારના નિયમો લોજીક વગરના હોવાનો રોષ પણ ઠાલવ્યો હતો. ડચ ઓરકેસ્ટ્રાને રિહર્સલની મંજુરી અપાઇ છે પણ કાર્યક્રમનું આયોજન માટે પરવાનગી નથી. ઓરકેસ્ટ્રાએ જણાવેલ કે લોકોને અત્યારે સંગીતની જરૂર છે તેવામાં આ નિર્ણય ખુબ જ અતાર્કીક છે. ઉપરાંત નેઇલસલુન દ્વારા મહિલાઓને મેનીકયોર પણ કોન્સટ હોલમાં જ કરી આપવામાં આવેલ. દરમિયાન એમ્સ્ટર્ડમ મ્યુઝીયમના સીટી સેન્ટરમાં લોકો માટે યોગા કલાસનું પણ આયોજન થયેલ.

(2:44 pm IST)