Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પતિએ ગીફટમાં આપી ૨ સાઇઝ નાની ઇનર : તો પત્નીએ માંગી લીધા છુટાછેડા

બીજીંગ તા. ૨૦ : નાની નાની બાબતો પર છૂટ્ટાછેડાના કેસો ઘણી વાર સાંભળવામાં આવે છે, પરંતુ ચીનમાં એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે. નવી વહુ- કન્યા ફકત છૂટાછેડાની માંગણી કરે છે કારણ કે તેના માટે પતિ એક નાનકડી બ્રા લઈને આવ્યો હતો. પતિ દ્વારા થયેલી આ નાની ભૂલને કારણે પત્ની રોષે ભરાઈ ગઈ અને તેણે હોબાળો મચાવ્યો. છૂટાછેડાની આ વિચિત્ર માંગ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

ચીનના દક્ષિણ પશ્ચિમમાં ગુઇઝાઉ પ્રાંતમાં રહેતા લુઓ અને યાંગે તાજેતરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી મહેમાનો માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, પતિ-પત્ની વચ્ચે અચાનક લડત સર્જાઇ છે. ગુસ્સે થઈને ગુસ્સે ભરાયેલી પત્નીએ સ્થળ પરથી લાઇટ બંધ કરી અને મોટેથી બૂમ પાડી પતિ સાથે છૂટાછેડાની માંગણી કરી. પહેલા તો લોકો સમજી શકયા નહીં કે શું થયું, પરંતુ જયારે કારણ મળ્યું ત્યારે તેઓ તમામ ચોંકી ગયા.

ખરેખર, વરરાજાએ કન્યાને એક બ્રા ભેટ આપી, જે બે સાઇઝ નાની હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ દુલ્હન ગુસ્સામાં આવી ગઇ અને તેણે તેને પોતાનું અપમાન ગણાવ્યું. પત્નીએ કહ્યું કે પતિ મારી સાઇઝ જાણતો હોવા હોવા છતાં તેણે મને નાની બ્રા ગિફટ કરી. લગ્નના આટલા ટૂંકા સમયમાં આવું કરી રહ્યો છે, તે મારી કેટલી સંભાળ લેશે. પાર્ટી દરમિયાન બંને વચ્ચે થયેલો ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પરની મોટાભાગની ટિપ્પણીઓ કન્યાના સમર્થનમાં આવી રહી છે.

યુવતીના પરિવારે તેની પુત્રીને ટેકો આપ્યો છે. તે કહે છે કે પુત્રીને ગુસ્સે થવાનો દરેક અધિકાર છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વરરાજા દ્વારા યોજાનારી બીજી પાર્ટીમાં જોડાશે નહીં. બીજી બાજુ, પતિ કહે છે કે તે આકસ્મિક રીતે એક નાની સાઇજ આવી ગઇ, તેણે તે જાણી જોઈને કર્યું નથી. નાની નાની બાબતો પર આટલી ખોટી મોટી બબાલ કરી યોગ્ય નથી.

(11:40 am IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST