Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ચીનમાં 5.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચીનના જિજિયાંગ પ્રાંતમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.હજુ સુધી ભૂકંપના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી યુરોપિયન મેડિટેરિનિયન સિસ્મોલોજિકલ સેન્ટરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર ચીનથી 108 કિલોમીટર ઉત્તર-[ઉર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચાર મહિના પહેલા ચીનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા ચીનના ગુઆંગશી જુઆંગ શહેરમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. આ વાતની જાણકારી ચીનના ભૂકંપ નેટવર્ક કેન્દ્ર દ્વારા પ્રાપ્ત થઇ રહી છે.

(6:42 pm IST)