Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

પાકિસ્તાનની વિભિન્ન 113 જેલોમાં બંધ છે 15 હજારથી પણ વધુ કેદીઓ

નવી દિલ્હી: પાકિસ્તાનની જેલોમાં કુલ ક્ષમતા કરતા પણ વધારે કેદીઓ બંધ છે પાકિસ્તાનના સંઘીય લોકપાલ સચિવાલયે દેશની મોટી અદાલતને આ જાણકારી આપી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દેશની 113 જેલોમાં બંધ 46304 વિચારાધીન કેડી અને જુદા જુદા વિભાગમાં ઘણા બધા કેદીઓ બંધ હોવાનું માલુમ પડી રહ્યું છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જેલની કુલ ક્ષમતા 60 હજાર કેદીની છે પરંતુ તેમાં કુલ 75813 કેદીઓ છે જરૂરિયાત કરતા 15 હજાર કેદી વધારે હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:39 pm IST)