Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઇંડોનેશિયામાં મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઈંડોનેશિયાના ઉતરી સુલાવેસી પ્રાંતમાં રવિવારના રોજ રાત્રીના સમયે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે મોસમ વિજ્ઞાન અને ભૂભૌતિકીવિદોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુલાવેસી પ્રાંતમાં રવિવારના રોજ રાત્રીના સ્થાનિક સમયાનુસાર 11 વાગ્યાને 58 મિનિટ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે તેમની તીવ્રતા 6.6ની આંકવામાં આવી છે તેમજ ભૂકંપનું કેન્દ્ર પ્રાંતના 64 કિમિ દક્ષિણ-પશ્ચિમ બોલાંગ મોંગોડો સેલ્ટન જિલ્લામાં 95 કિલોમીટરની ઊંડાઈમાં હતું આ કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(6:39 pm IST)