Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

અમેરિકાના હોનોલુલુમાંમા ગોળીબારીની ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ

નવી દિલ્હી:શહેરની મેયર ઓફિસ તરફથી બંને પોલીસકર્મીઓના મૃત્યુની વાતને સમર્થન અપાયું છે. પોલીસ પ્રવકતાએ આ ઘટના સાથે જોડાયેલી જાણકારી આપવાનો ઇનકાર કર્યો છે. યુએસ મીડિયા રિપોર્ટ મુજબ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને જણાવ્યું કે હોનોલુ લુના વાઇકીકી વિસ્તારમાં અધિકારી ગનમેનને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા.

  હોનોલુલુના મેયર કાર્યાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં મૃતક પોલીસકર્મીના મિત્રો અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરાઇ છે. ટ્વિટર પર જારી નિવેદનમાં હોનોલુુલુના મેયર કિર્ક કોડવેલે કહ્યું કે હું બંનેે મૃત અધિકારીઓના પરિવાર અને મિત્રો સાથે સમગ્ર હોનોલુલુ પોલીસ વિભાગ પ્રત્યે મારી સંવેદનાઓ વ્યકત કરવા ઇચ્છું છું. આ સમગ્ર હવાઇ રાજ્ય માટે એક મોટી ઘટના છે.

(6:37 pm IST)