Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

જીપીએસવાળા કોન્ટેકટ લેન્સ દ્વારા હૃદયના ધબકારા જોઇ શકાશે

ન્યૂયોર્ક તા. ૨૦ : અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટાર્ટ અપ કંપની મોજો વિઝને સમય, મોસમની આગાહી, કેલેન્ડર અને જરૂરિયાત પ્રમાણે આસપાસની સુવિધાઓ બતાવતા કોન્ટેકટ લેન્સ બનાવ્યા છે.

પહેરનાર વ્યકિતના ધ્યાનમાં ખલેલ પાડ્યા વિના સૂચનો આપતો કોન્ટેકટ લેન્સ રોબોટિક આઇની માફક કામ કરે છે. નાઇટ વિઝનની સુવિધા ધરાવતા આ કોન્ટેકટ લેન્સ નબળી દૃષ્ટિ ધરાવતા લોકો માટે નથી. બિલ્ટ ઇન ડિસ્પ્લે ધરાવતા જીપીએસવાળા કોન્ટેકટ લેન્સ વડે હૃદયના ધબકારા પણ જોઈ શકાય છે.

(3:47 pm IST)