Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

બીજા લોકો પ્રત્યે દયાભાવ રાખનાર લોકો ઓછી પીડા ભોગવે છે

પરોપકારી વૃત્તિ દુઃખદાયક લાગણીઓમાંથી રાહત આપી શકે

લંડન, તા.૨૦: સંશોધકોએ એવો દાવો કર્યો છે કે જે લોકો બીજા લોકો પ્રત્યે દયાભાવ રાખે છે અને તેમના કલ્યાણની કાળજી રાખે છે તેઓ જીવનમાં ઓછી પીડા ભોગવે છે. જે લોકો અન્ય પ્રત્યે સમભાવની લાગણી રાખતા નથી તેમને સૌથી વધારે દુઃખ પહોંચે છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બે અભ્યાસના ભાગરૂપે ૨૮૦ લોકો કરતા પણ વધારે લોકોના મગજનો અભ્યાસ કર્યો હતો. તેમને એવું માલૂમ પડયું કે દુઃખના ઘટાડા માટે જોડાયેલ મગજનો ભાગ નિઃસ્વાર્થ વર્તન સાથે જોડાયલ હોય છે. સંશોધકોએ એ વાત પર નવાઈ પ્રગટ કરી છે કે જયારે કોઈ લાભ મળવાનો નથી તેવી ખબર હોવા છતાં પણ શા માટે લોકોને બીજાને મદદ કરે છે. પેકિંગ ટીમને એવું માલૂમ પડયું કે શારીરિક જોખમ ભરેલી પરિસ્થિતિઓમાં મદદ કરવાથી દુઃખદાયક લાગણીઓમાથી રાહત મળી શકે છે. પેકિંગ યુનિવર્સિટીના ડો.વાંગે એવું જણાવ્યું કે પરોપકારી વૃત્તિ અણગમતી પરિસ્થિતિમાં ઝડપી સંવેદનાને અસર કરી શકે છે.

સંશોધકન ટીમે એવું પણ જણાવ્યું કે અમને એવું પણ માલૂમ પડયું છે કે કોઈ પણ પ્રકારની જોખમભરેલી પરિસ્થિતિમાં પરોપકારી વૃત્તિ કે વર્તન રાખવાથી દુઃખદાયક લાગણીઓમાંથી રાહત મળી શકે છે. સંશોધકો એવું જણાવી રહ્યા છે કે પ્રાગઐતિહાસિક કાળથી માનવ સમુદાયમાં પરોપકારી વૃત્તિ રહેલી છે અને સ્વાર્થી લોકોની તુલનામાં નિઃસ્વાર્થ વૃત્તિ રાખનાર લોકો દ્વારા થતા લાભો શોધી કાઢવા માગતા હતા. સંશોધકો જણાવી રહ્યાં છે કે જયારે નિઃસ્વાર્થ ભાવે કોઈ કામ કરવામાં આવે છે અથવા તો કોઈનું ભલું કરવાની વૃત્તિ રાખવામાં આવે છે ત્યારે તેમના મનમાં એક આનંદ અને સંતોષની લાગણી પેદા થાય છે જે સરવાળે ભલાઈનું કામ કરે છે. નિઃસ્વાર્થ વૃત્તિના અનેક લાભો રહેલા હોય છે. આનંદ અને સંતોષની લાગણી થતા લોકોના દુઃખદર્દમાં દ્યટાડો થાય છે.

બીજા લોકોને મદદ કરવા માટે અંગત ખર્ચ કરવાથી અણગમતી પરિસ્થિતિઓમાંથી છુટકારો મળી શકે છે. ટીમને એવું પણ માલૂમ પડયું કે એક શકિતશાળી ધરતીકંપ કે બીજી કોઈ કટોકટીની પરિસ્થિતિમાં પરોપકારી વૃત્તિમાં વધારો થતો હોય છે. અભ્યાસમાં એવું પણ માલૂમ પડયું કે પરોપકારી વૃત્ત્િ। રાખવાથી ફકિત શારીરિક દુઃખ જ નહીં પણ કેન્સર દર્દીઓમાં ક્રોનિક પેઈન પણ દૂર થતું હોય છે. એમઆરઆઈ સ્કેનનો ઉપયોગ કરીને, સંશોધકોને એવું માલૂમ પડયું કે જયારે કોઈક વ્યકિત પરોપકારી કામ કરે છે ત્યારે દુઃખ ઉત્પન્ન કરતો મગજના ભાગમાં દ્યટાડો થાય છે. પરોપકારી કામો કરવાથી જીવનમાં સકારાત્મક અસર, સન્માનની લાગણી પેદા થાય છે જે સરવાળે જીવનમાં ખૂબ લાભદાયી બની રહે છે.

સામાજિક બુદ્ઘિશકિત સહાનુભૂતિ દ્વારા જટિલ સામાજિક પરિસ્થિતિઓને પહોંચી વળવાની તથા પોતાની જાતને બીજા લોકોને સમજવાની ક્ષમતા છે. તેમાં બીજા લોકો સાથે પ્રેમાળ વર્તન રાખવું તથા સામાજિક નિયમોને વળગી રહેવા સહિતની બીજી બાબતનો સમાવેશ થાય છે. રાજનીતિ, રોમાન્સ, પારિવારિક સંબંધો, દલીલો, સહકાર સહિત જટિલ સામાજિક જીવનને પહોંચી વળવાની ક્ષમતા એટલે સામાજિક બુદ્ઘિશકિત. એક બાજુ પરંપરાગત ઈન્ટેલિજન્સ એટલે જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવાનો છે જયારે સામાજિક ઈન્ટેલિજન્સ અનુભવ દ્વારા શીખવામાં આવેલ સ્કીલ હોય છે. તે ઉપરાંત લોકો જીવનમાં પરોપકારી કામને જીવનના અનુભવ સાથે સાંંકળે છે. સામાજિક બુદ્ઘિશકિત ધરાવતો કોઈ વ્યકિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળે છે અને તેના દ્વારા ઉકેલ લાવતો હોય છે. પરોપકારી વૃત્તિ ધરાવતો વ્યકિત ઘણા બધા સારા કામો કરે છે.(૨૩.૪)

(9:47 am IST)