Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

માઇક્રોવેવ અવનવો ઉપયોગ પર્યાવરણ માટે નુકશાનકારક

લંડન, તા. ર૦ :  સમગ્ર યુરોપમાં માઇક્રોવ અવનવી એક વર્ષમાં જેટલો કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન થાય છે એ લગભગ ૭૦ લાખ કરામાંથી નીકળતા કાર્બન ડાયોસાઇડ જેટલો હોવાનું એક અભ્યાસમાં જાહેર થયું છે. બ્રિટનની મેન્ચેસ્ટર યુનિવર્સિટીએ હાથ ધરેલા અભ્યાસમાં જણાયું છે કે સમગ્ર યુરોપમાં પ્રત્યેક વર્ષે માઇક્રોવેવમાંથી લગભગ ૭૭ લાખ ટન કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જિત થાય છે. માઇક્રોવેવના ઉપયોગની વાતાવરણ પર થતી અસરોનો અભ્યાસ કરવા એની લાઇફ-સાઇકલ તૈયાર કરવામાં આવી જેમાં માઇક્રોવેવના ઉત્પાદથી લઇને એના ઉપયોગ અને સમા સુધી કેટલું વેસ્ટ મેનેજમેન્ટ થાય છે. એનો અભ્યાસ કરવામાં આવ્યો. આ સંશોધનમાં જણાયું હતું કે માઇક્રોવેવ આવનાનું ઉત્પનદન કરવા જેટલા સામાનનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી વતાવરણને સૌથી વધુ ભય હોય છે. માઇક્રો વેવના ઉત્પાદનમાં જ કુદરતી સંસાધનોનો વીસ ટકા નાશ થાય છે. આ ઉપરાંત વાતાવરણમાં થતા ફેરફાર માટે પણ માઇક્રોવેવ મહદંશે જવાબદાર છે. માઇક્રોવેવમાં સૌથી વધુ વીજળીનો વપરાશ થાય છે જે ત્રણ મોટા વીજ ઉત્પાદન યંત્રોથી ઉત્પન્ન થનારી વીજળી જેટલી છે.

(3:00 pm IST)