Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જાપાનમાં હિમવર્ષા થતા 15 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ

નવી દિલ્હી: જાપાનના પાટનગર ટોકીયો અને નિગાટા શહેરને જોડતા નેશનલ હાઈવે પર બુધવારે ભારે હિમવર્ષા વચ્ચે 15 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. અને 1000 લોકો તેમની કારમાં રાત્રિભર બેઠા રહ્યા હતા. લગભગ 15 કિલોમીટરનો ટ્રાફીક જામ લોકો માટે બમ્પર ટુ બમ્પર વાહનો વચ્ચે નીકળવું મુશ્કેલ બની ગયું હતું. અને હીમવર્ષા પણ ચાલુ હતી. બાદમાં પોલીસે ધીમે-ધીમે ટ્રાફીક ક્લીયર કરાવવા પ્રયત્ન કર્યો અને લગભગ 40 કલાકના અંતે સમગ્ર રોડનો ટ્રાફીક ખુલ્લો થયો હતો.

(5:24 pm IST)