Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

બેલ્જીયમના વડાપ્રધાન ચાલર્સ મિશેલે રાજીનામુ આપ્યું

શરણાર્થીઓ પર વૈશ્વિક સમજૂતીનું સમર્થન કરતા ગઠબંધનની સૌથી મોટી પાર્ટીએ ટેકો પાછો ખેંચ્યો

બેલ્જિયમના વડાપ્રધાન ચાર્લ્સ મિશેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. શરણાર્થીઓ પર સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સમજૂતીનું સમર્થન કર્યા બાદ ગઠબંધનની સૌથી મોટી પાર્ટીએ ચાર્લ્સ મિશેલની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હતો. બાદમાં ચાર્લ્સ મિશેલની સરકાર પર દબાણ વધ્યું હતું.

  મિશેલે બેલ્જિયમના સાંસદોને જણાવ્યું હતું કે તેમણે પોતાના રાજીનામાની પેશકશ કરવાનો નિર્ણય કર્યો છે. હવે તેઓ રાજાને આની જાણકારી આપવા જઈ રહ્યા છે. સાંસદ માગણી કરી રહ્યા હતા કે મિશેલની સરકાર વિશ્વાસ મતનો સામનો કરે, પરંતુ તેઓ અત્યાર સુધી આનો ઈન્કાર કરતા રહ્યા હતા. નેશનાલિસ્ટ પાર્ટીએ શરણાર્થીઓના મુદ્દા પર મિશેલને ટેકો આપવાનો ઈન્કાર કર્યો હતો.

 મિશેલે કહ્યુ હતુ કે સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સમજૂતી પર અમલ કરવામાં આવે. મિશેલના પગલા બાદ બેલ્જિયમને તાત્કાલિક ચૂંટણી માટે તૈયાર કરવાનું હશે. લઘુમતીની સરકારની પાસે સંસદમાં પુરતું સમર્થન નથી. માટે સમય પહેલા ચૂંટણી થવી જરૂરી છે. જો કે આના પહેલા તેમણે સંસદમાં વચગાળાની ચૂંટણીઓ કરાવવાનો ઈન્કાર કર્યો હતો.

(1:29 pm IST)