Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

હાઉતી વિદ્રોહીઓએ 16 લોકો અને ત્રણ જહાજોને બંધક બનાવ્યા

નવી દિલ્હી: હાઉતી વિદ્રોહીઓએ લાલ સાગરમાં ત્રણ જહાજો પર 16 લોકોને બંધક બનાવ્યા છે તેમાં 2 દક્ષિણ કોરિયાઈ નાગરિકનો સમાવેશ થઇ રહ્યો છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે કે હાઉતી વિદ્રોહિઓની તરફથી બંધક બનાવવામાં આવેલ આ બે લોકોમાં તેમના બે નાગરિકનો સમાવેશ થાય છે.

               હાઉતી વિદ્રોહીઓએ દક્ષિણ કોરિયા માટે ડ્રિલિંગ રીગ લે જનાર જહાજ પર કબ્જો  કરી લીધો છે આ જહાજ સાઉદી અરબથી સોમાલિયા જઈ રહ્યું હતું.

(5:51 pm IST)
  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST

  • આગામી ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં જંગી ઘટાડો થશે : સત્ત્।ાવાર જાહેરાત આગામી ૨૦૧૯-૨૦૨૦ની ખરીફ અને લેઇટ ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં ૨૬ ટકા જેટલો દ્યટાડો થઈ ડુંગળીનું ઉત્પાદન ૫૨.૦૬ લાખ ટન થશે તેમ કેન્દ્રિય કૃષિ મંત્રીએ જાહેર કર્યું છે. access_time 6:07 pm IST

  • રાજકોટમાં ચાંદી રૂ.૬૦૦ ઉછળી, સોનું રૂ.૧૦૦ વધ્યું : હોંગકોંગમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલાં આંતરિક અસંતોષમાં ચીનની દખલગીરી સામે અમેરિકાએ વાંધો ઉઠાવતાં વિશ્વબજારમાં સોનું-ચાંદી ઉછળ્યા : લોકલ માર્કેટમાં ચાંદીનો ભાવ કિલોનો રૂ.૪૬૦૫૫ અને સોનું ૧૦ ગ્રામનો ભાવ રૂ.૩૯,૪૦૦. access_time 6:08 pm IST