Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઓપેક દ્વારા સપ્લાઈમાં કાપના હેવાલે ક્રૂડની કિંમતોમાં ફરીવાર તેજીનો દોર

રાજકોટ તા:19 ઓપેક તરફથી કાચા તેલની સપ્લાયમાં કાપના હેવાલે ક્રૂડની કિંમતોમાં તેજી જોવા મળી હતી  બ્રેન્ટની 67 ડૉલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત 57 ડૉલરની ઉપર પહોંચતી જોવા મળી હતી

  જોકે અમેરિકામાં કાચા તેલનું ઉત્પાદન વધવાની આશંકા છે.યુએસમાં ઓઈલ રિંગની સંખ્યા વધીને સાડા 3 વર્ષના ઉપરના સ્તરે પહોંચતી જોવા મળી હતી જેના કારણે ક્રૂડ ઓઈલમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.

  બીજતરફ નેચરલ ગેસની કિંમતોમાં ફરી ઉછાળો આવતા એમસીએક્સ પર કિંમત 333ના સ્તરની ઉપર પહોંચતી જોવા મળી રહી છે.

(5:01 pm IST)