Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

માત્ર સ્‍વાસ્‍થ્‍ય માટે જ નહિં સૌંદર્ય માટેના ગુણોથી ભરપુર લસણ

કાચુ લસણ સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદનું માનીએ તો કાચુ લસણ હંમેશા યુવાન રહેવા માટેનું એક વરદાન ગણવામાં આવે છે. તો જાણો જે કાચા લસણથી આપણે દૂર ભાગીએ છીએ તે લસણને ખાલી પેટે ખાવાના ફાયદા. કાચા લસણમાં એક કુદરતી એન્‍ટી-બાયોટીક ગુણ હોય છે. જેનાથી કેટલીય બિમારીઓ દૂર ભાગે છે. લસણ માત્ર સ્‍વાસ્‍થ્‍ય માટે જ નહિં ત્‍વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

તે સૌથી વધુ એ લોકો માટે ફાયદાકારક છે, જે લોકો ખીલની સમસ્‍યાથી હેરાન છે.  તેના માટે લસણના રસને ૫ મિનીટ સુધી ખીલ પર લગાવી રાખો અને ત્‍યારબાદ ધોઈ લો. તુરંત જ ખીલ દૂર થઈ જશે. આનો સતત પ્રયોગ કરવાથી ડાઘ પણ દૂર થઈ જશે.

લસણની એક કળી અને અડધા ટમેટાની સાથે પેસ્‍ટ બનાવો. આ પેસ્‍ટને ચહેરા પર લગાવવાથી રોમછીદ્રો ખુલી જશે અને ત્‍વચા ફ્રેશ દેખાશે. તેમાં એન્‍ટી-એજીંગ ગુણ હોય છે. જે તમારા ચહેરાની યુવાનીને હંમેશા બનાવી રાખે છે.

કેટલાક લોકોને શરીરના કેટલાય ભાગો પર સ્‍ટ્રેચ માર્કસ' હોય છે. જે થવાના અનેક કારણો હોય છે. સામાન્‍ય રીતે તે મહિલાઓને પ્રેગ્નેન્‍સી બાદ થાય છે. ત્‍યારે લસણ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. તેના માટે લસણના રસને જૈતુનના તેલ સાથે મિક્‍સ કરી ગરમ કરીને લગાવો. થોડા દિવસોમાં જ તેની અસર જોવા મળશે.

(1:08 pm IST)