Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શિયાળામાં બાજરાના રોટલા ખાવાના પણ અનેક લાભ

શિયાળા આપણા રોજીંદા ભોજનના મેનુમાં પણ પરિવર્તન આવી જાય છે. શિયાળામાં લોકો શરીરમાં ગરમાહટ બનાવી રાખવા અલગ-અલગ પ્રકારના ભોજન કરે છે. મોટા ભાગના ઘરોમાં વધારે ઘઉંની રોટલીનું જ સેવન કરવામાં આવે છે. પરંતુ, આ સિવાય મકાઈ, જુવાર અને બાજરો પણ પોષ્‍ટિક અનાજ છે. શિયાળામાં ઘણા લોકો બાજરાના રોટલા ખાવાનું પસંદ કરતા હોય છે. તો જાણો બાજરાના રોટલા ખાવાના ફાયદા.

* બાજરો કેલ્‍શિયમથી ભરપુર હોય છે અને તેને ખાવાથી શિયાળામાં પગ દર્દની સમસ્‍યા થતી નથી.

* બાજરો ખૂબ જ ભારે હોય છે. જેથી બાજરાના રોટલા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેમાં ટ્રાયપ્‍ટોફેન અમીનો એસિડ હોય છે. જેના કારણે પેટ ભારે લાગે છે.

* મોટાપા માટે બાજરાના રોટલા વરદાન સમાન છે. કારણ કે શિયાળામાં ભૂખ વધારે લાગે છે અને તેના કારણે વજન વધી જાય છે. પરંતુ, બાજરાના રોટલાનું સેવન કરવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને વજન નિયંત્રીત કરવામાં મદદ મળે છે.

* બાજરામાં સારી એવી માત્રામાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનક્રિયામાં ફાયદાકારક હોય છે. જેનાથી કોલેસ્‍ટ્રોલનું સ્‍તર ઓછુ થઈ જાય છે અને હૃદય રોગોનું જોખમ રહેતુ નથી.

* ગર્ભવતી મહિલાઓએ કેલ્‍શિયમની ગોળી ખાવાના બદલે દરરોજ બાજરાના રોટલા ખાવા જોઈએ.

* બાજરામાં આયર્ન પણ એટલુ વધારે હોય છે કે શરીરમાં રક્‍તની ખામીના કારણે થતી બિમારીઓ પણ થતી નથી.

 

(1:06 pm IST)