Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

જાપાનના દરિયામાં ઉત્તર કોરિયાએ ફેંકી બેલેસ્ટિક મિસાઈલ

નવી દિલ્હી: પરમાણુ શક્તિથી સંપન્ન દેશ બનવાની હોડમાં ઉત્તર કોરિયા સતત પરિક્ષણ કરતું જઈ રહ્યું છે. પોતાની જિદ્દના ચક્કરમાં તે હવે અમેરિકાનું પણ સાંભળી રહ્યું નથી. આ શ્રેણીમાં આજે ઉત્તર કોરિયાએ પોતાના હથિયારોનું પરિક્ષણ કરતાં જાપાનના દરિયામાં એક બેલેસ્ટિક મિસાઈલ ફેંકી દીધી છે. દક્ષિણ કોરિયા અને જાપાની સેનાએ આ અંગેની જાણકારી આપી છે. અમેરિકાએ ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર કાર્યક્રમ પર પોતાની કૂટનીતિ ફરી શરૂ કરી દીધી છે જેના થોડા જ કલાકો બાદ ઉત્તર કોરિયાએ સમુદ્રમાં મિસાઈલ ફેંકી છે. એક મહિનાના લાંબા અંતરાલને ખતમ કરતાં ઉત્તરી કોરિયા સિયોલને શરતી શાંતિ પ્રસ્તાવ આપતાં પોતાના હથિયારોના પરિક્ષણમાં ઝડપ લાવી રહ્યું છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે તુરંત એ ન જણાવ્યું કે આ કયા પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ હતી અને તે કેટલે દૂર સુધી ગઈ હતી. જાપાનના તટ રક્ષકે તુરંત જ જહાનોને એક સમુદ્રી સુરક્ષા સલાહ આપી હતી પરંતુ એ ખબર પડી શકી નહોતી કે હથિયાર ઉતર્યું ક્યાં હતું ?

(5:31 pm IST)