Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ચીનમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું:અચાનક લગાવવું પડ્યું લોકડાઉન

નવી દિલ્હી: ચીનમાં (China) ફરી એક વાર કોરોનાએ (Corona) માથું ઊંચક્યું છે. કોરોનાના કેસ વધી રહ્યા છે. ચીનમાં સપ્ટેમ્બર મહિના બાદ સોમવારે સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. વધતા જતા સંક્રમણને લઈને દેશની ઉત્તરીય પ્રાંતના શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. નેશનલ હેલ્થ કમિશન (NHC) અનુસાર, ઇનર મંગોલિયા કોરોનાના નવ કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે ઈરાનહોટ શહેર ઇનર મંગોલિયાના અંતર્ગત આવે છે. અહીંની વસ્તી આશરે 76 હજાર છે. સોમવારે અહીંના લોકો બિનજરૂરી વસ્તુઓ માટે ઘરની બહાર નીકળી શકતા ન હતા. રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ હતો. કોઈ વાહન શહેરમાં પ્રવેશી કે બહાર નીકળી શકતું નથી. શહેરના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સત્તાવાર મંજૂરી બાદ કેટલીક કારોને ચોક્કસપણે ચાલવાની મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં કોરોના સંક્રમણને જોતા, સિનેમાઘરો, ઇન્ટરનેટ કાફે, જિમ સહિત તમામ ઇન્ડોર જાહેર સ્થળો બંધ હતા. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળો પણ બંધ હતા. એટલું જ નહીં, આ કારણે ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોમવારે શાંગજી પ્રાંતના શિયાન શહેરમાં કોરોના સંક્ર્મણના પાંચ કેસ નોંધાયા હતા.

(5:29 pm IST)