Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

અમેરિકામાં ગોળીબારીની ઘટનામાં બે લોકોના મૃત્યુ

નવી દિલ્હી:અમેરિકામાં ઉતરી કેલિફોર્નિયાના ઑકલેંડમાં ગોળીબારીની અલગ અલગ ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોને મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

     પોલીસે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે મૈકઆર્થર બુલેવર્ડમાં રવિવારના રોજ એક મહિલા મૃત મળી આવી હતી અધિકારીઓએ ઘટનાસ્થળ પરથી એક બંદૂક પણ જપ્ત કરી હતી આ ઘટનામાં લગભગ 90 મિનિટ પછી એક શખ્સ એક બંદૂક સાથે મૃત મળી આવ્યો હતો પોલીસના કહેવા મુજબ હજુ સુધી મૃતક શખ્સની ઓળખ કરવામાં  આવી નથી.

(6:11 pm IST)