Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અફઘાનિસ્તાનમાં આઇએસના 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નાગરહાર પ્રાંતમાં સુરક્ષાબળો તરફથી ચલાવવામાં આવેલ અભિયાનમાં ઇસ્લામિક સ્ટેટ આઇએસના 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.પ્રાંતીય સરકારે શનિવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નાગરહાર પ્રાંતના અચિન જિલ્લામાં સુરક્ષાબળોના તરફથી છેલ્લા 24 કલાકની અંદર એક અભિયાન ચલાવવામાં આવયું હતું  તે દરમ્યાન 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

         સુરક્ષાબળોએ ચાંલ્લા ઘણા દિવસોની અંદર આતંકવાદીઓના  ત્રણ કમાન તેમજ નિયંત્રણ કેન્દ્રો,આંઠ ચોકીઓ,બે સુરંગો અને એક બંકર ધ્વસ્ત કરવામાં આવ્યા છે.રાજધાની કાબુલથી 120 કિલોમીટર દૂર આ પહાડી પ્રાંતમાં સમય સમય પર સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે લડાઈ ચાલતી રહી હતી જેના કારણે હજારો ગ્રામીણ લોકોને સુરક્ષિત જગ્યા  પર ખસેડી દેવામાં આવ્યા છે.

(6:27 pm IST)