Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

૫૪ ફૂટ-કેકમાંથી બનાવ્યું આખું ગામ, જેમાં ટચુકડા ઘરો, દુકાનો અને પબ સુધ્ધાં છે

લંડન,તા.૧૯:બેકિંગ એ અનોખી કળા છે. ઇંગ્લેન્ડના ડર્બીશર પાસે ઇયામ વિલેજમાં રહેતાં લિન નોલાન નામનાં બેકરે પોતાના ગામની મુખ્ય ચીજોની પ્રતિકૃતિ કેકના માધ્યમથી તેયાર કરી હતી. ૬૦૮ ઇંડાં, ૩૫ કિલો બટર, ૪૦ કિલો લોટ અને ૧ર જાર ભરીને એપ્રિકોટ જેમ વાપરીને લિનબહેને એક ટચૂકડું ગામ તેયાર કર્યું હતું, એમાં બે-ત્રણ સ્થાનિક દ્યરોની પ્રતિકૃતિ હતી, દુકાનો, ગલીઓ અને વૃક્ષોની દ્યટાઓ પણ બનાવવામાં આવી હતીં અને ટચૂકડું પબ હતું જેની અંદર એથીયે ટચૂકડાં ટેબલ પર સર્વ થતી બિયરની બોટલ્સ પણ બનાવી હતી. ૬૩ વર્ષનાં બેકિંગનો લાંબો અનુભવ ધરાવતાં લિનને આ આખો પીસ તૈયાર કરતાં લગભગ ૩ મહિના લાગ્યા હતા, એમાં ૫૪ ફૂટ-કેકસ વપરાઈ હતી. આ ફ્રુટ- કેક લાંબો સમય ટકી શકે એ માટે એમાં ભરપૂર વ્હીસ્કી વપરાઈ છે. આ કેકનું વિલેજ હાલમાં લોકોને જોવા માટે ખૂલ્લું મુકાયું છે જે છ વીક માટે ઓપન રહેશે.

(4:07 pm IST)