Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમેરીકામાં ર૦૧૭ માં ૧૦ ટકા ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યા

અમેરીકાના હોમલેંડ સિકયોરીટી ડીપાટમેન્ટના જણાવ્યાં પ્રમાણે સાલ ર૦૧૭માં અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે આવેદન આપવાવાળા ૬૩રર૧૯ ભારતીયોમાંથી ફકત ૬૦૩૯૪(૧૦ ટકા) ને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા. ર૦૧૭ માં સૌથી વધારે ગ્રીનકાર્ડ મેળવવા વાળા દેશોમાં ભારત ત્રીજા સ્થાન ઉપર છે. ગ્રીનકાર્ડ અમેરિકામાં સ્થાયી નાગરીકતા અને કામ કરવાની અનુમતી આપે છે.

(12:09 am IST)
  • અમદાવાદના વેજલપુરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો :વેજલપુર પોલીસે આરોપી ફરહાન નૂરમહમદની કરી ધરપકડ :બાળકીને ખિસકોલી રમાડવાના બહાને બોલાવી આચર્યું હતું દુષ્કર્મ:વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 4:16 pm IST

  • અમદાવાદ : માતાજીનો ચમત્કાર આવ્યો સામે:શહેરના ઘાટલોડિયા વિસ્તારની પારસમણિ સોસાયટીની ઘટના :અંબાજી માતાના મંદિરમાં થયો ચમત્કાર :મંદિર પરિસરમાં ગત રાત્રે માતાજીના કંકુના પગલાં પડ્યા :ચમત્કાર જોવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમંટયુ access_time 4:35 pm IST

  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST