Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અફઘાનિસ્તાનના કદરહાર પ્રાંતમાં આતંકી હુમલો

નવી દિલ્હી: આંતરિક યુદ્ધની આગમાં સળગી રહેલ અફઘાનિસ્તાનના કંદહારમાં એક મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં કંદહારના ગવર્નર, સેનાના પ્રમુખ અને પોલીસવડા તેમજ ઇન્ટેલિજન્સ વડાની હત્યાઓ કરવામાં આવી છે.

આ હુમલામાં અમેરિકન કમાન્ડર સહિત બે અમેરિકનો પણ ઘાયલ થયા છે. આ હુમલામાં ટોચના અધિકારીઓના મોત પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યકત કરી છે.

ગવર્નરના જ સુરક્ષા કર્મચારીઓએ જ આ ટોચના અધિકારીઓને ઢાળી દીધા છે. શનિવારે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લઇને ગવર્નરના કાર્યાલયમાં સેનાના વડા, પોલીસવડા અને ઇન્ટેલિજન્સ વડાની એક બેઠક યોજાઇ હતી તે સમયે ગવર્નરના જ સુરક્ષાકર્મીઓેએ હુમલો કરીને આ તમામની હત્યા કરી હતી. આ હુમલા માટે તા‌િલબાન સંગઠને જવાબદારી સ્વીકારી છે.

(5:29 pm IST)
  • અમદાવાદ:સરદાર પટેલની જયંતીએ 22મી ઓક્ટોબરે એકતા યાત્રા વિષયે સ્પર્ધા યોજવા આદેશ:પરીક્ષાના સમયે શિક્ષણ વિભાગે કર્યો આદેશ:શિક્ષણ વિભાગના પરિપત્રથી આચાર્યો અને સચાલકોમાં નારાજગી:વેકેશન પૂર્ણ થયા બાદ સ્પર્ધાનું આયોજન access_time 8:37 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • અમદાવાદના વેજલપુરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો :વેજલપુર પોલીસે આરોપી ફરહાન નૂરમહમદની કરી ધરપકડ :બાળકીને ખિસકોલી રમાડવાના બહાને બોલાવી આચર્યું હતું દુષ્કર્મ:વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 4:16 pm IST