Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

2017માં 50હજારથી વધુ ભારતીયોને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું

નવી દિલ્હી:2017ના વર્ષમાં 60,394 ભારતીયોને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું હતું. એટલે કે લગભગ 6 લાખ ભારતીયોમાંથી 60 હજાર ભારતીયો સત્તાવાર રીતે અમેરિકાના નાગરિક બન્યા હતા. 2018માં 6 લાખ ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે.2017ના વર્ષમાં લગભગ 6 લાખ કરતા વધુ ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી હતી. એમાંથી અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે 60 હજાર ભારતીયોને ગ્રીન કાર્ડ આપ્યું છે. 6 લાખમાંથી 10 ટકા ભારતીયોને અમેરિકામાં કાયમી રહેઠાણનો પરવાનો મળ્યો હતો.અમેરિકન સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે 60,394 ભારતીયો અમેરિકાના નાગરિક બન્યા છે. અમેરિકન નાગરિક બનવાની 6 લાખ અરજીમાંથી 10 ટકા જેટલા ભારતીયોની અરજીને માન્ય રાખવામાં આવી હતી. 2018ના વર્ષ માટે 63,2219 ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે.

(5:24 pm IST)