Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

આ તસવીરોમાંની ચીજો ખાઇ શકાય એવી છે અને એમાં ફોટોશોપની કોઇ કમાલ નથી

હવામાં લટકતી ચમચી કે ફોર્કવાળી આ ડિશની તસ્વીરો હાલમાં કેટલાક સાયન્ટિસ્ટો દ્વારા ટવિટર પર તરતી મુકાઇ છે. આ તસવીરો એકદમ નેચરલ છે. એમાં બતાવેલું ખાવાનું પણ ઇટેબલ છે અને એમાં કમ્પ્યુટર દ્વારા કોઇ કારીગરી કરવામાં નથી આવી. ઓસ્ટ્રિયાના કાર્મેન પોસ્નિંગ અને ફ્રાન્સના સાઇપ્રિન વેર્સેકસ નામના બે સાયન્ટિસ્ટોએ એક પ્રયોગ કર્યો છે એની આ કમાલ છે. એન્ટાર્કટિકાના માઇનસ ૩૦ ડીગ્રીથી ઓછા તાપમાને ખોરાકની સ્થિતિ કેવી રહે છે એ તપાસવા માટે આ બન્ને વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો. ૧૩ જણની ટીમ જયારે એન્ટાર્કટિકાના એસ્પીડિશન માટે ગઇ ત્યારે તેમણે માઇનસ ૭૦ ડીગ્રીમાં બહાર રાંધવાનો પ્રયોગ કર્યો હતો. નુડલ્સ બનાવ્યા પછી તરત જ જેવાં એને બોલમાં કાઢવામાં આવે છે ત્યારે  ઠંડકને કારણે એ થીજી જાય છે. આ જમાવટ એટલી સ્ટ્રોન્ગ હોય છે કે એમાં ભરાવેલી ચમચી પણ ઊંચે સ્થિર થઇ જાય છે. (પ-૯)

(3:51 pm IST)