Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સુંદર અને સ્વસ્થ ત્વચા માટે લગાવો મસૂર દાળનું ફેશપેક

બધા ઘરમાં મસૂર દાળનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે મસૂર દાળ ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં પણ ઉપયોગી છે. તેમાં ભરપુર માત્રામાં પોષ્ટિક તત્વ હોય છે. જે ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે. મસૂરની દાળમાં કેલ્શિયમ, કોપર અને મેગ્નેશ્યિમ જેવા તત્વો હોય છે. તો જાણો મસૂર દાળના ફેશપેક વિશે કે જેનાથી ત્વચા સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

મોટા ભાગની છોકરીઓ અને છોકરાઓ ખીલની સમસ્યાથી હેરાન રહે છે. શરીરમાં હોર્મોન્સ બદલાય અને રકતમાં ગંદકીના કારણે ખીલની સમસ્યા થાય છે. ખીલની સમસ્યા દૂર કરવા માટે મસૂરની દાળનું ફેશપેક લગાવી શકો છો. મસૂરની દાળમાં વિટામીન ડી ભરપુર માત્રામાં હોય છે. જે ખીલની સમસ્યાની સાથે ત્વચા સંબંધી અન્ય સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદ કરે છે.

મસૂરની દાળનું ફેશપેક બનાવવા માટે રાત્રે સૂતા પહેલા મસૂરની દાળને પાણીમાં પલાળો. સવારે તેને પીસીને તેમાં દૂધ મિકસ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવી સર્કુલર મોશનમાં મસાજ કરો. ૫ મિનીટ સુધી મસાજ કર્યા બાદ તમારા ચહેરા પર મોશ્ચરાઈઝર લગાવવુ. અઠવાડીયામાં બે વાર આ ફેશપેક લગાવવાથી ખીલની સમસ્યા દૂર થઈ જશે.

(9:59 am IST)