Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અફઘાનિસ્તાનમાં 7000 અફઘાની શાળા બિલ્ડીંગ વગર જ ચાલી રહી છે:અફઘાન મંત્રાલય

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના શિક્ષા મંત્રાલયે આપેલ આંકડા મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં 7હજાર શાળા બિલ્ડીંગ વગર ચાલી રહી છે. શાળાની માંગ વધતી જતી જનસંખ્યાની સાથે તથા અન્ય દેશોથી અફઘાન રિફ્યુજીના દેશ પરત આવવા સાથે વધી ગઈ છે. મંત્રાલયે વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું  છે કે 2001થી અત્યાર સુધીમાં દેશમાં ઓછામાં ઓછી 13 હજાર શાળાઓનું નિર્માણ થયું છે અને સાથે અફઘાનીસ્થામાં વધતી જતી જનસંખ્યાને ધ્યાનમાં રાખતા ત્યાં પણ હવે શાળાઓની માંગમાં વધારો થઇ રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે હાલમાં બાળકોને ખુલ્લા આકાશની નીચે અભ્યાસ કરવાની નોબત રહી છે.

(5:50 pm IST)