Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ન્યૂયોર્કમાં જુદી જુદી બે જગ્યાએ ગોળીબારીની ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા

નવી દિલ્હી: ન્યૂયોર્કમાં ગોળીબારની અલગ અલગ ઘટનાઓમાં છેલ્લા બે દિવસમાં બે લોકો માર્યા ગયા છે અને આઠ લોકો ઘવાયા છે. ન્યૂયોર્કના હેમિલ્ટન હાઈટ્સના એક વિસ્તારમાં 44 વર્ષની એક મહિલા ગોળીએ વિંધાયેલી મળી આવી હતી. જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે ગુરુવારના રોજ લા વિકટોરિયા ગ્રોસરી સ્ટ્રીટમાં એક વ્યક્તિને ગળા અને છાતીમાં ગોળી મારીને ઠાર મારવામાં આવ્યો હતો.

              કુલ અલગ અલગ ચાર ઘટનાઓ બની હતી. અને તેમાં વધારે આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસે બારામાં 10 શંકાસ્પદની ધરપકડ કરી છે. માનવામાં આવે છે કે તમામ એક ગેંગના સભ્યો છે તેઓએ લૂંટ કે તેવા કારણોસર ગોળીબાર કર્યો છે.

(5:48 pm IST)