Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કોરોના વાયરસની સ્થિતિ વધી જતા યુકેમાં ફરીથી લાગી શકે છે લોકડાઉન

નવી દિલ્હી: ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. વર્લ્ડવાઈડ કોરોનાના 3 કરોડથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, કોરોનાના કેસની સંખ્યા 2થી 3 કરોડ થવામાં માત્ર 40 દિવસનો સમય લાગ્યો છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે કોરોનાનો ચેપ કેટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરમિયાન યુકેમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી બ્રિટિશ સરકારે બીજા દેશવ્યાપી લોકડાઉનની ચેતવણી આપી છે.

                  બ્રિટનની સરકારે ચેતવણી આપી હતી કે તે કોરોનાવાયરસ રોગચાળાને પહોંચી વળવા માટે ઇંગ્લેન્ડમાં ફરીથી દેશવ્યાપી લોકડાઉન લગાવી શકે છે. યુકેમાં હોસ્પિટલમાં દર્દીઓના દાખલ થવાનો રેટ દર આઠ દિવસે ડબલ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ખાનગી ટીવી ચેનલને જણાવ્યું કે, અમે રાષ્ટ્રીય લોકડાઉનને ટાળવા માંગીએ છીએ, પરંતુ જો જરૂર પડે તો અમે તે કરવા તૈયાર છીએ.

(5:47 pm IST)