Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આ શ્વાન છેલ્લા 4 વર્ષથી એક જ જગ્યાએ તેમના માલિકની રાહ જોવે છે: આ રીતે થઇ ભાવુક મુલાકાત

નવી દિલ્હી: જીવનમાં આશા હોય તો બધું જ છે આવી જ એક ઘટના સામે આવી છે થાઈલેન્ડની આ ઘટનાએ સહુ કોઈને હેરાન કરી દીધા છે જ્યાં એક શ્વાને પોતાના માલિકથી છુટા પડ્યા પછી ચાર વર્ષ સુધી એક જ જગ્યાએ પોતાના માલિકની રાહ જોય છે તેમને આશા હતી કે તેમનો મલિક આવશે અને તેને પોતાની સાથે લઇ જશે.

      એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ શ્વાનનું નામ લિયો છે અને થાઈલેન્ડના ખોન કેઇન શહેરમાં રસ્તા પર ઉભો રહીને તે પોતાના મલિકની રાહ જોતો હતો રાહદારીઓને લાગતું હતું કે તે જંગલી જાનવર છે પરંતુ તે છેલ્લા 4 વર્ષથી એક જ જગ્યાએ પોતાના માલિકની રાહ જોવે છે અને આ શ્વાનની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તે ચર્ચાનો વિષય ની ગયો છે સોશિયલ મીડિયામાં ફરતા ફરતા આ ફોટો તેમના માલિક પાસે પહોંચ્યો અને તેમને પોતાના આ શ્વાનને પોતાની પાસે લઇ આવ્યા હોવાની આ કહાની હાલમાં ખુબજ વાયરલ થઇ રહી છે.

(6:32 pm IST)