Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અફઘાનિસ્તાન:ભૂલથી એયર સ્ટ્રાઈકનું નિશાન બન્યું એક ખેતર: 30 મજૂરોના મોત: 40થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાન સુરક્ષા બળોદ્વારા કરવામાં આવેલ પૂર્વી અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલ એયર સ્ટ્રાઈકમાં 30 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 40 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આ કાર્યવાહીમાં અમેરિકાની તરફથી સમર્થન આપવામાં આવ્યું છે.

      આ હુમલો બુધવારના રોજ રાત્રીના સમયે કરવામાં આવ્યો હતો જેમાં ઇસ્લામિક સ્ટેટના આતંકી જગ્યાને નિશાન બનાવવામાં આવ્યું હતું પરંતુ ભૂલથી ખેડૂતો નિશાન પર આવી ગયા હતા પૂર્વી નાગરહાર પ્રાંતમાં ડ્રોન હુમલામાં ખેતરમાં કામ કરતા 30 મજૂરોના મોત નિપજ્યા છે તેમજ 40થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:18 pm IST)