Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પ૪ કલાકમાં ચાર વાર ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પહેલી મહિલા

લંડન તા. ૧૯: અમેરિકાની સારા થોમસ નામની ૩૭ વર્ષની મહિલાએ લગાતાર ચાર વાર ઇંગ્લિશ ચેનલ પાર કરવાનું અભૂતપૂર્વ કાર્ય પાર પાડયું છે. આ ઉપલબ્ધિને તેણે કેન્સર પીડિતોને સમર્પિત કરી છે. કેમકે એક સમયે તે પોતે બ્રેસ્ટ-કેન્સરથી પીડિત હતી. હજી એક વર્ષ પહેલાં જ તે કેન્સરની સારવારમાંથી બહાર આવી છે. તેણે ઇંગ્લેન્ડના કોલોરાડોથી તરવાનું શરૂ કર્યું હતું અને પ૪ કલાક બાદ ડોવર તટ પર સવારે સાડા છ વાગ્યે તેણે ચોથું ચક્કર પુરૃં કર્યું હતું. આ કારનામું પાર પાડયા પછી ખુદ સારા પણ અચંબિત હતી. સારાએ કહ્યું હતું કે, 'સ્વિમિંગ દરમ્યાન તેને ઘણી વાર જેલીફિશનો સામનો કરવો પડયો હતો. જોકે હજીયે મને વિશ્વાસ નથી પડી રહ્યો કે મેં નક્કી કરેલું એ કામ પૂરૃં કરી દીધું છે. પૂરા પ૪ કલાક સુધી મેં માત્ર ઇલેકટ્રાલ અને કેફીનયુકત પીણાં જ લીધા હતા. સાચું કહું તો હવે મારી ખુશી વ્યકત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મારો અવાજ જાણે બેસી ગયો છે.'

(12:00 pm IST)