Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રશિયન કપલ બનાવે છે રિયલ માણસ જેવી દેખાતી ઢીંગલીઓ

મોસ્કો તા.૧૯: એનાસ્ટેસિયા અને સેર્જે લ્યુસેન્કો નામનું યુગલ રશિયાના ક્રેસ્નોયાર્સ્ક શહેરમાં રહે છે અને તેમની પાસે વિશ્વમાં કયાંય ન હોય એવું ઉત્તમોત્તમ ઢીંગલીઓનું કલેકશન છે. હકીકત એ છે કે આ યુગલ ખુદ ઢીંગલીઓ બનાવવામાં માહેર છે. તેઓ એક ઢીંગલીને બનાવવામાં એટલા મહિનાઓની મહેનત લગાવે છે કે જ્યારે એ તૈયાર થાય છે ત્યારે એ એકદમ સાચકલી અને હમણાં બોલી પડશે એવી જીવંત લાગે છે. આ યુગલે તૈયાર કરેલી ઢીંગલીઓની ઝીણી ચમકદાર આંખો, દરેક રેખાને બારીકીથી તૈયાર કરેલો ચહેરો, કરચલીઓ અને તલ જેવી માઇનર વિગતો એટલી આબેહૂબ રીતે તૈયાર કરવામાં આવી છે કે એ કોઇ મિનિએચર વ્યકિત જ હોય એવું લાગે. તેમની ખાસિયત એ છે કે તેમણે તૈયાર કરેલી કોઇ બે ઢીંગલીઓ એકસરખી નથી. તમામ ડોલ્સ હાથેથી બનાવેલી, હાથે જ પેઇન્ટ કરેલી અને કસ્ટમાઇઝડ કપડાં, એકસેસરીઝ અને નેચરલ વાળની વિગ સાથે તૈયાર કરવામાં આવી છે.

(12:00 pm IST)