Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

બ્રિટનમાં ૧૭ વર્ષની છોકરીના પેટમાં વિકૃત જોડકા ભ્રુણ ઉછરી રહ્યાનું તબીબોના ઓપરેશન દરમિયાન જાહેર થતા તબીબો પણ સ્‍તબ્ધ

નવી દિલ્હી: માણસના શરીરમાં અનેક એવા ફેરફાર થતા હોય છે જે આપણી સમજ બહાર છે. આવું કઈંક એક 17 વર્ષની છોકરી સાથે થયું. તેના પેટમાં હંમેશા દુ:ખાવો રહેતો હતો. દુ:ખાવો શેના કારણે થતો હતો તે ખબર પડતી નહતી. હાલમાં થયેલી એક સર્જરીમાં ખુલાસો થયો. ખબર પડી કે છોકરીના પેટમાં વિકૃત જોડકા ભ્રુણ ઉછરી રહ્યાં હતાં. જે ટ્યુમર જેવા હતાં.

બ્રિટિશ મેડિકલ જર્નલના એક રિપોર્ટ મુજબ યુવતીના પેટમાં આંશિક રીતે વિક્સિત જોડકા ઉછરી રહ્યાં હતાં. આવું લગભગ પાંચ વર્ષથી ચાલતું હતું. દરમિયાન છોકરીને પેટમાં દુખાવો, ભૂખ લાગવી અને ઈજા સમાન દુખાવો થવાની ફરિયાદ રહેતી હતી. જ્યારે ડોક્ટરે તેના પેટની તપાસ કરી તો એક ગાંઠદાર દ્રવ્યમાન કઈંક મહેસુસ થયું જે ખુબ કઠ્ઠણ હતું.

ડોક્ટરોના જણાવ્યાં મુજબ યુવતીના પેટમાં રહેલા ટ્યુમરનો કેલ્શિયમવાળો ભાગ સીટી સ્કેન પર સફેદ જોવા મળતો હતો. પરંતુ નજીકથી પરીક્ષણ કરતા કેલ્શિયમનો ભાગ હાડકાનું સ્વરૂપ લઈ ચૂક્યો હતો. તેની પાંસળીઓ સુદ્ધા વિક્સી ગઈ હતી. કેટલાક ભાગમાં તેના વાળ નીકળી આવ્યાં હતાં અને દાંત પણ.

ડોક્ટરોના જણાવ્યાં મુજબ દ્રવ્યમાનને ટેરાટોમા તરીકે ઓળખાય છે. ટ્યૂમરનું એક સ્વરૂપ છે જે અનેક પ્રકારના ટિશ્યુમાં વિક્સિત થાય છે. ભ્રુણ એટલે કે બાળકના વિકાસના વિકાસ જેવો જોવા મળે છે. પરંતુ તેમાં  બાળક હોતું નથી. તે મોટાભાગે અંડાશય, અંડકોષ કે ટેલબોનમાં બને છે.

કિશોરીના ટેરાટોમા અનેક કારણોસર વિચિત્ર હતા. કારણ કે તેના ટ્યૂમરની સંભાવના એક વિૃત જોડકાનું સ્વરૂપ લઈ રહી હતી. ભ્રૂણમાં ભ્રૂણ ઉછરવાની ઘટના લગભગ 5 લાખ જીવિત જન્મોમાંથી ફક્ત એકમાં જોવા મળતી હોય છે.

(5:22 pm IST)