Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જેમ્સ બોન્ડની બૂલેટપ્રુફ કાર Aston Martin ૪૫ કરોડમાં વેચાઇ

મશીનગનથી સજ્જ આ ખાસ કારની હરાજી માટે માત્ર ૪ મિનિટ ૩૦ સેકન્ડનો સમય અપાયો હતો

લોસ એન્જલસ, તા.૧૯: રિવોલ્વિંગ નંબર પ્લેટ, મશીન ગન અને ટેલ લાઇટથી સજ્જ James Bond¨À Aston Martin DB5 કાર હરાજીમાં વેચાતી દુનિયાની સૌથી મોંઘી કારોની યોદીમાં સામેલ થઇ ચૂકી છે. તાજેતરમાં જ આ કારની ૬.૪ મિલિયન ડોલર (આશરે ૪૫ કરોડ રુપિયા)ની કિંમતમાં હરાજી થઇ છે. આ કાર થંડરબોલ અને ગોલ્ડફિંગર જેવી ફિલ્મોના પ્રમોશનમાં જોવા મળી હતી. ૧૯૬૫ મોડલની આ કાર Bond Carના નામથી પણ ખૂબ પ્રચિલિત બની છે.

આ કારને ૧૯૬૫માં James Bondની મૂવી થંડરબોલ માટે બનાવવામાં આવી હતી, પરંતુ સ્ક્રીન પર તે કયારેય જોવા ન મળી અને માત્ર ફિલ્મના પ્રમોશન માટે જ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારમાં બધા જ ૧૩ ઓરિજિનલ સ્પેશિયલ ઇફેકટ મોડિફિકેશન રિસ્ટોર કરવામાં આવ્યા હતા જે ફિલ્મમાં જોવામાં આવ્યા હતા.

આ કારના મોડિફિકેશન ઓસ્કાર વિજેતા સ્પેશિયલ ઇફેકટ એક્ષ્પર્ટ જોન સ્ટીઅર્સની દેન છે. જોનના વિચારશકિતને કારણે જે આ કારમાં ઓરિજિનલ ફિલ્મની જેમ મશીન ગન, બૂલેટપ્રૂફ શીલ્ડ, ટ્રેકિંગ ડિવાઇસ, રિવોલ્વિંગ નંબર પ્લેટ, રિમૂવેબલ રુફ પૈનલ, ઓઇલ સ્લિક અને નેલ સ્પ્રેયર સાથે સ્મોક સ્ક્રીન પણ છે. આ બધા ફિચર્સ સેન્ટર આર્મ રેસ્ટમાં હાજર એક સ્વિચથી કંટ્રોલ કરી શકાય છે.    

કારની હરાજી માટે માત્ર ૪ મિનિટ ૩૦ સેકન્ડનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં કુલ સાત પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ સ્પેશિયલ કારને જેમ્સ બોન્ડના એક પ્રશંસકે ખરીદી હતી.

(10:22 am IST)