Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ઇન્ડોનેશિયા પોલીસે 77 લોકોને મારી નાખ્યા :એશિયન ગેમ્સ સમારોહ પગલે શહેરને ક્રિમિનલ ફ્રી બનાવવા કૃત્ય:ઍમ્નિસ્ટી ઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયા પોલીસે એશિયન ગેમ્સ સમારોહને કારણે શહેરને ક્રિમિનલ ફ્રી બનાવવા અત્યાર સુધીમાં 77 લોકોને ઠાર માર્યા છે ઍમ્નિસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું કે ઇન્ડોનેશિયાની પોલીસે '2018 એશિયન ગેમ્સ' ના સમારોહને ધ્યાનમાં રાખીને શહેરને 'ક્રિમિનલ ફ્રી' બનાવવા માટે ડઝનેક 'ગુનેગારો'ને મારી નાખ્યા છે.

  ઍમ્નિસ્ટીનું કહે છે કે ઇન્ડોનેશિયાની પોલીસે 'પહેલાં શૂટ કરો અને બાદમાં પૂછપરછ' જેવી નીતિ અપનાવી છે. એટલું જ નહીં જાન્યુઆરીથી અત્યારસુધી 77 લોકોને ઠાર મરાયા છે, જેમાંથી 31ને પોલીસ રેડ દરમિયાન ગોળી મારવામાં આવી હતી.

  આ અંગે  ઇન્ડોનેશિયન સર્વિસના રિપોર્ટરે જણાવ્યું, "જુલાઈ માસથી પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે  "ઉચ્ચ અધિકારીઓએ તેમના પોલીસ અધિકારીઓને એવા આદેશ આપ્યા હતા કે ગુનેગારો સામે કોઈ પણ પ્રકારનું પગલું ભરવામાં અચકાવવું નહીં."

  અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા અને પાલેમ્બંગ શહેરમાં શનિવારથી એશિયન ગેમ્સની શરૂઆત થઈ છે 18મી એશિયન ગેમ્સ માટે યજમાન દેશ ઇન્ડોનેશિયાએ એક લાખ પોલીસ અધિકારીઓ અને સૈનિકોને સુરક્ષા માટે તહેનાત કર્યા છે. આ સમારોહ 18 ઑગસ્ટથી 2જી સપ્ટેમ્બર સુધી ચાલશે.

(8:24 pm IST)